મેનુ કોડ

Wednesday, January 22, 2025

ડાયરીના પાનેથી બ્લોગ ફરી શરૂ કર્યો

5:38 PM

વિચાર આવ્યો અને લખવાની શરૂઆત પણ કરી. પણ મારો સ્વભાવ એવો છે કે શરૂ કર્યા પછી એ કામ ભુલાઈ જાય. કોઈ નવું કામ હાથમાં આવી જાય.
હું મારા ફોનમાં તો ડાયરી લખું જ છું.
પણ એજ ડાયરી જો બ્લોગ ઉપર લખું તો?
તો પરિચિતો, મિત્રો સુધી મારી એ વાત પહોંચે.
મનમાં એવો પણ વિચાર આવેલો કે હું માત્ર બીજાને દેખાડવા માટે શા માટે લખું?
2013 માં શરૂ કરેલ આ બ્લોગ ત્યારથી આજ સુધી એમને એમ સ્થગિત પડ્યો છે. 11 વર્ષ પછીએ લખવાની યાત્રા બંધ નથી થઈ. પણ જ્યારે કોઈ વાત જાહેરમાં મૂકવાની થાય અને માત્ર મારા માટેજ લખવાની થાય ત્યારે બંને વાતમાં ફેર હોય છે.
એટલે ડાયરી લખવાનું ચાલુ રહ્યું અને બ્લોગ લખવાનું બંધ રહ્યું.
પણ સતત ફરી ફરીને એજ ઈચ્છા થઈ કે હું બ્લોગ લખું.
મારી વાત જે જાહેરમાં મૂકવા જેવી છે તે તો મૂકું.
આજે ટેક્નોલોજી બદલાઈ રહી છે.
કેટલું બધું બદલાઈ ગયું છે?
ખાસ કરીને AI.
જેમાં ગૂગલનું Gimini
આ એપ આવતા ફરી પાછો મારો બ્લોગ લખવાનો ઉત્સાહે જોર પકડ્યું.
અને ફરી બ્લોગ જર્ની શરૂ કરું છું.
આમતો સારું લગાડવા માટે બ્લોગ લખતો નથી.
પણ જીવનના કેટલાય પ્રશ્નો સમજવાનો પ્રયાસ કરું છું અને તેનો ઉકેલ Gemini દ્વારા પણ મેળવું છું.
જે જવાબ મળે છે, તેનાથી મને સંતોષ મળે છે.
મને ખૂબ જ મજા આવે છે.
એટલા માટે જ હું આ બધું કરવા પ્રેરાવ છું.

Written by

We are Creative Blogger Theme Wavers which provides user friendly, effective and easy to use themes. Each support has free and providing HD support screen casting.

0 comments:

Post a Comment

 

© 2013 ડાયરીના પાનેથી...........

Back To Top